પ્રેમનું પુનરાવર્તન

સમી સાંજનો સમય છે. આથમતા સૂર્યની લાલિમા સર્વત્ર પથરાયેલી છે. ઝરણાંના પાણી ને સ્પર્શ કરતો પવન વાતાવરણમાં ઠંડક ફેલાવી રહ્યો છે.

સરસ્વતી થી થોડે દૂર બાંકડા પર એકબીજાનો હાથ પકડીને બેઠેલું યુગલ કલરવ કરતાં પંખીઓ ને નિહાળી રહ્યું છે. ધીમું ધીમું સંગીત સંભળાય છે..

रंग थे नुर था जब करीब तु था
एक जन्नत सा था ये जहां
वक्त की रेत पे कुछ मेरे नाम सा
लिख के छोड़ गया तु कहां ।

ગીતના શબ્દો સ્પષ્ટ દર્શાવે છે કે યુવાનીના ઉંબરે ઉભેલું આ યુગલ એકબીજાને આખરી પ્રમભર્યો સાંત્વનનો સ્પર્શ કરી રહ્યા હશે.

ગીતના શબ્દો સાંભળી સરસ્વતી ભાવુક થઈ ગઈ. ડુબી ગયેલી સાંજ ના ઠંડા પવને અતિત નો દરવાજો ખોલી નાખ્યો.

સમયનું વહેણ જે યાદોને પોતાની સાથે વહાવી ગયું’તુ, આજે ઢળતી સાંજના સથવારે રાઘવના પ્રેમની ભરતી ના ઉછળતા મોજામાં એ યાદો તણાતી આવતી હોય એવું સરસ્વતી અનુભવી રહી હતી.

મુખ પરનું હળવું સ્મિત, આતુરતાથી રાહ નિરખતી નમ આંખો, પવન ના જોકા સાથે વાતો કરતાં હોંઠ, પ્રકૃતિના તાલબદ્ધ સંગીત માં ખુશીથી ઝૂમતાં કાન અને રાઘવને મળવાના હરખમાં સમય કરતાં ઝડપથી ધબકતું દિલ વાતાવરણમાં એક અલગ જ ઉત્સાહ રેડી રહ્યા છે.

સરસ્વતી નું મન અતિત માં ફરતું હતું. અચાનક ધ્યાન પેલાં યૌવનનાં ઉંબરે પગ મૂકતાં યુગલ પર પડે છે. એકબીજાનો હાથ ચુમતા અને કદી વિખુટા ન પડવાના હોય એમ ભેટી પડતા પ્રેમી પંખીડાઓને જોઈને સરસ્વતી મુખ પર હળવુ સ્મિત ફરકાવે છે. મન પ્રફુલ્લિત થાય છે. ફરી પાછા ગીતના શબ્દો કાને પડે છે..

झुक गया आसमां, मिल गए दो जहां
हर तरफ हे मिलन का समां
डोलीयां है सजी, खुश्बु है हर कहीं
पढ़ने आया खुदा खुद यहां..

આંખ સજળ થઈ, સામેના દ્રશ્યો ઝાંખા પડ્યા. એવામાં સરસ્વતી ને નજીક આવતો પગરવ સંભળાયો. ચહેરો ઝાંખો ઝાંખો દેખાય છે. તાલબદ્ધ મંડાતા ડગલાં આર્મી જવાન હોવાની પ્રતીતિ કરાવે છે.
ઝાંખો દેખાતો ચહેરો થોડો સ્પષ્ટ થયો. સરસ્વતીના હૃદય પર અંકિત છવિ નજર સમક્ષ આવી, દિલ જાણે એક ધડકન ચુકી ગયું. ઘણા. વર્ષો ની આકાંક્ષા આજે પુરી થઈ. સરસ્વતી ઉભા થવાનો પ્રયત્ન કરે છે પરંતુ ઉંમર ને સહારો આપતા પગને આજે ખુદ સહારાની જરૂર હતી. રાઘવ મદદ માટે હાથ લંબાવે છે, વર્ષો પછીના પ્રથમ સ્પર્શથી સરસ્વતી રોમાંચિત થઈ ગઈ. શરીર થોડું ધ્રુજે છે, અશ્રુબંધ તુટી પડે છે. ટાઢ-તડકો અને કષ્ટ વેઠેલા રાઘવ નું શરીર પણ થોડું કાંપે છે. આંખો નમ થાય છે.

રાઘવ સરસ્વતી ને હાથ પકડી ને બાંકડા પર બેસાડે છે, એકબીજાને ભેટી પડે છે અને કશું પણ બોલ્યા વગર એકબીજાને ભેટી રહે છે. બંને ની ચુપકીદી જ જાણો વાચાળ બની ગઈ હોય. દિલની ઉર્મીઓ એકબીજા સાથે આટલા વર્ષો ના વિરહ ની વાતો કરતી હોય એવું દ્રશ્ય સર્જાયું છે.

રાઘવના હોઠ જાણે કંઈક કહેવા જતા હોય એમ ફફડ્યા પરંતુ કશો અવાજ નહીં, ફરી પ્રયત્ન કર્યો, અવાજ નિકળ્યો ” સસુ..” શબ્દ સાંભળતા જ સરસ્વતીના વૃદ્ધ શરીરમાં જાણે લોહી દોડવા માંડ્યું, એની પકડ મજબૂત થઇ. હ્રદયમાં દફનાઇ ગયેલી સ્મૃતિઓ જાગૃત થાય છે. ફરી પાછા શબ્દો કાને પડે છે ” સસુ..” શરીર ઢીલું પડે છે.

સાંજ ઘેરાઇ હતી, બંને એકબીજાની સામે જોવે છે. સામાજિક નીતિબદ્ઘતા ને ખાતર એકબીજાના જીવનમાં ન આવવું કે ન ઝાખંવુ ના પરસ્પર સંમતિથી આપેલા વચનો યાદ આવે છે. વર્ષો પહેલાં એકબીજાને સુખી જીવનની શુભેચ્છા આપી હાથ ચૂમતા હોઠો પર આજે સ્મિત રેલાયું.

કુદરત પણ વર્ષો બાદ મળેલા મિત્રોને જોઈ ખુશ હોય એવું જણાય છે. કલરવ કરતાં પંખીઓ પાછા નજરે પડે છે, ઝરણાંના પાણી ને સ્પર્શ કરતાં પવનના મોજા એકબીજાનો હાથ પકડીને ઉભેલાં રાઘવ-સરસ્વતી ને તાજગી નો અનુભવ કરાવે છે.

રાઘવ અને સરસ્વતી એકબીજાનો હાથ પકડીને ચાલતા થાય છે, આથમી રહેલો સૂર્ય એમની રાહમાં લાલિમા પાથરી રહ્યો છે.

યુ ચલતે ચલતે ખો જાના હૈ, બસ દૂર યે દિલ કો નિકલ જાના હૈ..

© વિશાલ છત્રોલા


To know more about Vishal Chhatrola write here..Meet Me

Connect on Social Profile..Facebook

20 thoughts on “પ્રેમનું પુનરાવર્તન

Add yours

    1. Tamaro aabhar ma’am.
      Me kanaiyala Munshi ji na Lakhan bov vanchya Nathi pan aato m j v4ro ne thoda ‘astvyast’ gothavvano prayatna Karyo 6… And vanchnar ne badhu j Nathi pirsi didhu. Vachche potana v4ro mujab imagination Kari sake a mate aa rit ni gothvan kareli 6..

      Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Website Powered by WordPress.com.

Up ↑

<span>%d</span> bloggers like this: